પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી નાં જન્મ દિવસ નિમિત્તે રકતદાન શિબિર યોજાયેલ

વિશ્ર્વનેતા, સર્વાધિક લોકલાડીલા અને યશસ્વી આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ૭૦માં જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરેલ

 "સેવા સપ્તાહ" દરમિયાન આજે ૧૬૭, પશ્રિમ વિધાનસભાના સમાવિષ્ટ ઈલેકશન વોર્ડ નંબર : ૧૦ (અડાજણ-ગોરાટ)ના યુવામોરચા દ્વારા રકતદાન શિબિર યોજાયેલ, જેમાં કુલ ૭૦ બોટલ રકત એકત્રિત થયેલ હતી.

જેમાં લોકલાડીલા ધારાસભ્યશ્રી પૂર્ણેશભાઈ મોદી દ્વારા પ્રમાણપત્ર, એ.વી.પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી શાનિલભાઈ પટેલ દ્વારા સ્મૃતિભેટ અને શ્રી સુરતી મોઢ વણિક અડાજણ રાંદેર યુવક મંડળ દ્વારા થેલી (કેરીબેગ) રકતદાન કરનાર રકતદાતાાઓનો ઉત્સાહ વધારવા આપવામાં આવેલ.
આ કાર્યક્રમને સફળતા બક્ષવા કોર્પોરેટરશ્રી અનિલભાઈ બિસ્કીટવાલાએ આ વર્ષે ફરીવાર રકતદાન કર્યું અને તેઓએ સ્મીમેર હોસ્પિટલના સ્ટાફ મિત્રો, વોર્ડના સંગઠન કારોબારીના મિત્રો, વોર્ડના સક્રિય કાર્યકર મિત્રો, યુવા મોર્ચાના મિત્રો અને બુથના કાર્યકર્તા મિત્રોનો શબ્દોથી ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

ઘરમાં વધુ એક પુત્રીનો જન્મ થતાં બહેનએ કર્યો આપઘાત


બેટી બચાવો બેટી પઢાવો માત્ર કાગળ ઉપર જ જોવા મળી રહ્યું હોય તેમ લાગે છે 


ઘરમાં વધુ એક પુત્રીનો જન્મ થતાં સગીર બહેનએ કર્યો આપઘાત

બેટી બચાવો બેટી પઢાવો માત્ર કાગળ ઉપર જ જોવા મળી રહ્યું હોય તેમ લાગે છે તેનો વધુ એક જીવતો જાગતો પુરાવો અમદાવાદ ખાતે આવ્યો છે. ઘરમાં વધુ એક દીકરી જ્ન્મ લેતા તેની જ મોટી બહેને આપઘાત કર્યો છે. ઘરમાં બહેનોને ભાઈ આવશે તેવી આશા હતી જો કે વધુ એક બાળકીનો જન્મ થતાં આ પગલું ભર્યું.

પ્રાત્વિગતો અનુસાર, શહેરના બાપુનગર વિસ્તારમાં 15 વર્ષની કિશોરીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. 

જોકે આ ઘટના બાદ તપાસ કરવા ગયેલી પોલીસ આપઘાત પાછળનું શંકાસ્પદ કારણ જાણતા જ ચોકી ઉઠી હતી. ઘરમાં ત્રણ બહેનો હતી અને થોડા દિવસ પહેલા જ માતાને વધુ એક બાળકીનો જન્મ થયો હતો. ઘરમાં ભાઈ આવશે તેવી માતાજીની માનતા પણ રાખી હતી.

જોકે બહેનનો જન્મ થતા મનમાં લાગી આવતા કિશોરીએ આપઘાત કર્યો હોવાની શંકા પર પોલીસે તપાસ હાથ ધરી છે.

બાપુનગર ડી-માર્ટ પાસે આવેલી હર્ષદ કોલોનીમાં દિલીપ પ્રજાપતિ પરિવારમાં ત્રણ બાળકીઓ અને પત્ની સાથે રહે છે. શુક્રવારે સવારે તેમની પત્નીએ બાળકીને જન્મ આપ્યો હતો. દરમ્યાનમાં ઘરે રહેલી સૌથી મોટી પુત્રી ભૂમિકા (ઉ.વ.15)એ ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધુ. 

ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે દિલીપભાઈ ને ત્રણ પુત્રીઓ હતી. પત્ની ગર્ભવતી હતી અને તેને પુત્રનો જન્મ થાય તે માટે મોટી દીકરી ભૂમિકાએ માતાજીની માનતા રાખી હતી. જોકે શુક્રવારે સવારે દીકરીનો જન્મ થયો હતો. જેની ભૂમિકાને જાણ થઈ હતી. સમાચાર મળ્યા તેના એક કલાકમાં જ તેણે આપઘાત કરી લીધો હતો.


મિત્રની પત્નીની એકલતાનો લાભ લઇ અશ્લીલ હરકતો કરનાર શખ્સની વિરુદ્ધ ગુનો દાખલ

બેડરૂમમાં ઘુસી આવ્યો હતો અને નિરાલીને 


મિત્રની પત્નીની એકલતાનો લાભ લઇ અશ્લીલ હરકતો કરનાર શખ્સની વિરુદ્ધ ગુનો દાખલ


સુરત: અમરોલી-કોસાડ રોડ વિસ્તારમાં રહેતો કલ્પેશ (નામ બદલ્યું છે) નામનો એન્જિનિયર યુવાન ગત રોજ સવારના 9 વાગ્યાના અરસામાં રાબેતા મુજબ નોકરીએ જવા નીકળી ગયો હતો. ત્યાર બાદ તેનો મિત્ર જીતુ ભાણા જીંજાળા (ઉ.વ. 32 રહે. 54 શિવ સમરાથળ રેસીડન્સી, વલથાણ પાટિયા) ગાડીના ડોક્યુમેન્ટ્સ આપવાના બ્હાને ઘરે આવ્યો હતો. એન્જિનિયરની પત્ની નિરાલી (નામ બદલ્યું છે) ને તેના પતિએ ડોક્યુમેન્ટ્સ મોકલાવ્યા છે એમ કહ્યું હતું. જેથી નિરાલીએ જીતુને ઘરમાં આવકાર આપી પાણી આપ્યું હતું. ત્યાર બાદ નિરાલી ડોક્યુમેન્ટ્સ મુકવા બેડરૂમમાં ગઇ હતી ત્યારે જીતુ પણ બેડરૂમમાં ઘુસી આવ્યો હતો અને નિરાલીને બેડ પર પટકી દઇ તેની સાથે જબરજસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ નિરાલીએ જીતુને બે લાત મારી દીધી હતી અને ભાગીને પડોશી મહિલાને ઘરે ચાલી ગઇ હતી. ત્યાર બાદ જીતુ ચાલ્યો ગયો હતો પરંતુ નિરાલીએ સમગ્ર હક્કીતની જાણ પતિ કલ્પેશને કરતા તે તુરંત જ દોડી આવ્યો હતો અને જીતુને ઘરે બોલાવ્યો હતો. જયાં જીતુની હરકતોને પગલે નિરાલીના પતિએ ઠપકો આપતા બંન્ને વચ્ચે મારામારી થઇ હતી. જો કે ત્યાર બાદ જીતુ ત્યાંથી ચાલ્યો ગયો હતો અને મોટા વરાછા ખાતે કલ્પેશને પુનઃ મળ્યો હતો. જયાં જીતુએ કલ્પેશને ધમકી આપી હતી કે તું તારા દિવસો ગણીને રાખજે હું તને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. જેથી આજ રોજ નિરાલીએ જીતુ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.




કોન્સ્ટેબલની પત્નીને ખાખીધારી પ્રેમિકાએ આપી ધમકી

 તારો પતિ મારા અંકુશમાં જ છે, કોન્સ્ટેબલની પત્નીને ખાખીધારી પ્રેમિકાએ આપી ધમકી


સાણંદમાં રહેતા પારુલબા ઇન્દ્રજીત સિંહ વાઘેલા તેમના પરિવાર સાથે રહે છે.

હર્મેશ સુખડિયા, અમદાવાદ : ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ તેના કોન્સ્ટેબલ પતિ અને તેની પ્રેમિકા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબના આક્ષેપ એવા છે કે આ કોન્સ્ટેબલ એલસીબીમાં ફરજ બજાવે છે અને તેને બાવળા પોલીસ સ્ટેશનની એક મહિલા પોલીસકર્મી સાથે પ્રેમ સંબંધ રચાયો હતો. પત્ની હોવા છતાં તેને આ ખાખીધારી પ્રેમિકા સાથે લગ્ન કરી લીધા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. બીજી તરફ મહિલાને તેના પતિની પ્રેમિકાએ તેનો પતિ તેના જ અંકુશમાં હોવાની ધમકી પણ આપી હતી. 

આજથી 11 વર્ષ પહેલા પારુલબા ના લગ્ન ઇન્દ્રજીતસિંહ સાથે થયા હતા. પારુલબા ના પિતા નિવૃત્ત જેલ અધિક્ષક તરીકે હાલ જીવન જીવી રહ્યા છે. લગ્ન બાદ પારુલબા નું જીવન સુખી ચાલતું હતું. પણ તેમના પતિ પાંચેક વર્ષ પહેલા પોલીસ ખાતામાં જોડાયા હતા. હાલ તેમના પતિ ઇન્દ્રજીતસિંહ એલસીબીમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે. 

પારુલ બાને છેલ્લા ઘણા સમયથી તેઓ ત્રાસ આપતા જાણવા મળ્યું હતું કે તેમના પતિનું ધોળકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી હીના બહેન રાવલ સાથે પ્રેમ સંબંધ છે. જેથી તેમને અવાર નવાર વાત કરતા તેઓને ઇન્દ્રજીતસિંહ માર મારતા હતા. કેટલીક વાર ઇન્દ્રજીત સિંહ ઘરે જતા નહીં અને પારુલબા કઈ પૂછે તો ઝગડા કરતા હતા. 

આ કોન્સ્ટેબલની પ્રેમિકાએ પણ પારુલબા ને ધમકી આપી હતી કે તેમનો પતિ તેમના અંકુશમાં જ છે. આટલું જ નહીં પારુલ બાને એવું પણ જાણવા મળ્યું છે કે કોન્સ્ટેબલ અને તેની પ્રેમિકાએ લગ્ન પણ કરી લીધા છે. કોન્સ્ટેબલે આ બધું પતાવવા માટે દર મહિને પિયરમાંથી એક-એક લાખ લઈ આવવા પારુલબા ને દબાણ કરતા આખરે તેઓએ ગ્રામ્ય મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે. 

જયેશ પટેલનો ખોફ: બિલ્ડર ઉપર ફાયરિંગ

એડવોકેટ કિરીટ જોષી, ખંભાળીયાના નિશા ગોંડલીયા અને પ્રોફેસર બાદ વધુ એક હત્યાનો પ્રયાસ


ભૂમાફિયાગીરીમાં જયેશ પટેલનો ખોફ: બિલ્ડર ઉપર ફાયરિંગ

વિદેશ છૂપાયેલા જયેશ પટેલ ભાડૂતી માણસો દ્વારા સોપારી આપીને ગુનો આચરતો હોવાનું પર્દાફાશ

જામનગરના લાલપુર બાયપાસ પાસે એક બિલ્ડરના ચાલતા બાંધકામના સ્થળે આજે બપોરે બે બાઈકમાં ધસી આવેલા ત્રણ શખ્સ પૈકીના એક એ રિવોલ્વરમાંથી ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યું છે. જ્યારે બાકીના બે શખ્સે હોળી તથા પાઈપના બટકાથી હુમલાનો પ્રયાસ કર્યો હતો.

બિલ્ડરે પોતાના બચાવમાં વળતું બે રાઉન્ડ ફાયરીંગ કર્યું છે. સાઈટ પર હાજર વ્યક્તિઓએ હુમલાખોરોનો પ્રતિકાર શરૃ કરતા હુમલાખોરો દૂમ દબાવીને નાસી ગયા છે. બનાવની જાણ થતા એસપી સહિતનો પોલીસ કાફલો ધસી આવ્યો હતો. ગયા સપ્તાહે પૈસાના મામલે જાણીતા વેપારીની મોટર પર ધોકાથી હુમલો થયા પછી આજે બિલ્ડર પર ફાયરીંગનો બનાવ બનતા પોલીસે વિવિધ દિશાઓમાં તપાસના ઘોડા દોડાવ્યા છે. તે દરમ્યાન બિલ્ડરે કુખ્યાત જયેશ પટેલે ફાયરીંગ કરાવ્યાની ફરિયાદ નોંધાવતા ચકચાર જાગી છે.

જામનગરમાં હરિયા કોલેજ વિસ્તારમાં વસવાટ કરતા જાણીતા બિલ્ડર ભરતભાઈ હમીરભાઈ ડેરના નાનાભાઈ ગીરિશભાઈ ડેર આજે સવારે પોતાના નિત્યક્રમ મુજબ અગિયારેક વાગ્યે જીજે-૧૦-ડીઈ-૯૬૭૮ નંબરની મોટરમાં લાલપુર બાયપાસથી ઠેબા બાયપાસ જતા હાઈ-વે પર ચાલતા પોતાના ક્રિષ્ના પાર્ક નામના બાંધકામના સ્થળે જવા રવાના થયા હતાં. તેઓ પોતાની સાઈટ પર પહોંચ્યા તે પછી ગગતરીની મિનિટોમાં તે સ્થળે બે મોટરસાયકલમાં ત્રણ શખ્સો ધસી આવ્યા હતાં.

સાઈટ પર ચોકીદાર તેમજ કડીયાકામ કરતા વ્યક્તિઓ સાથે વાતચીતમાં ગુંથાયેલા ગીરિશભાઈ પર ઉપરોક્ત ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો. પોતાના બાઈકમાંથી ઉતરેલા આ શખ્સોએ થેલો ખોલી તેમાંથી બે શખ્સે હોડી અને પાઈપનું બટકું બહાર કાઢ્યું હતું જ્યારે ત્રીજા શખ્સે રિવોલ્વર કાઢી ગીરિશભાઈ પર ફાયરીંગ કરવા માટે હાથ લંબાવ્યો હતો. તુરત જ પરિસ્થિતિ પારખી ગયેલા ગીરિશભાઈએ દોટ મૂકી તે શખ્સના બન્ને હામાં રહેલી રિવોલ્વરને પકડવાનો પ્રયાસ કર્યો હતો જેમાં આ શખ્સના બન્ને હાથના કાંડા પકડાઈ જતા તેનો હાથ મચકોડાયો હતો અને રિવોલ્વરનું નાળચુ જમીન તરફ નમી ગયું હતું અને તેમાંથી એક ફાયર થયો હતો. ધડાકાનો અવાજ સાંભળી સાવચેત બની ગયેલા ચોકીદાર સહિતના વ્યક્તિઓએ હામાં આવ્યા તે ઈંટ, પથ્થર વિગેરેના ઘા શરૃ કરતા ત્રણેય હુમલાખોર ગભરાયા હતાં. તેઓએ સ્થળ પરથી નાસી જવાનો પ્રયત્ન શરૃ કર્યો હતો. તે વેળાએ ઝપાઝપી તથા ફાયરીંગ કરનાર શખ્સ પણ હાથ છોડાવી પોતાના બાઈક તરફ નાસવા લાગ્યો હતો ત્યારે જ ગીરિશભાઈએ પોતાની પાસે રહેલી રિવોલ્વર બહાર કાઢી હવામાં ત્રણ ફાયર કર્યા હતાં જ્યારે હુમલાખોર શખ્સે પણ બે રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું.

થોડી મિનિટો પહેલાં કડીયાકામનો ધમધમાટ ચાલતો હતો ત્યાં વારાફરી પાંચ રાઉન્ડ ફાયરીંગના ધડાકા થતા હોહા મચી ગઈ હતી. કોઈએ પોલીસને જાણ કરતા જિલ્લા પોલીસવડા શરદ સિંઘલ, સીટી ડીવાયએસપી એ.પી. જાડેજા, ડીવાયએસપી કૃણાલ દેસાઈ, એલસીબી પીઆઈ એમ.જે. જલુ, પીએસઆઈ કે.કે. ગોહીલ, આર.બી. ગોજીયા, પંચકોશી બી ડિવિઝનના પીએસઆઈ જે.ડી. પરમાર તેમજ એસઓજીના પીઆઈ કે.એલ. ગાધે સહિતનો પોલીસ કાફલો બનાવના સ્થળે પહોંચી ગયો હતો. સ્થળ પરથી નાસી ગયેલા હુમલાખોરો રણજીત સાગર રોડ તરફ નાઠા હોય પોલીસે તે દિશામાં સગડ દબાવવા ઉપરાંત સીસીટીવીની તપાસ કરાવતા કેટલાક સ્થળેથી ફૂટેજ મળ્યા છે જેમાં આરોપીઓના ચહેરા સહિતનું વર્ણન પોલીસને મળવા પામ્યુ છે.

 હુમલાખોરો સ્થળ પર હોડી તથા પાઈપનું બટકું છોડી નાસી ગયા છે. પોલીસે ગીરિશ ડેરની ફરિયાદ પરી ગુન્હો નોંધવાની તજવીજ શરૃ કરી છે. ફરિયાદી જામનગરમાં દર વર્ષે અર્વાચીન દાંડીયારાસનું આયોજન પણ કરે છે. ઉલ્લેખનીય છે કે જામનગરમાં થોડા મહિના પહેલાં સત્યમ કોલોની વિસ્તારમાં પ્રોફેસરની કાર પર ફાયરીંગ થયા પછી બોક્સાઈટના જાણીતા વેપારીના પુત્રને ભય બતાવી લૂૂટી લેવાનો બનાવ બન્યા પછી ગયા સપ્તાહે તે જ વેપારીની મોટર પર પૈસાની લેતીદેતીના મામલે ત્રણ શખ્સે ભરબપોરે ધોકા ફટકારી ભય ઊભો કર્યો હતો. તે પછી આજે એક બિલ્ડર પર સરાજાહેર ફાયરીંગ થતા પોલીસે આ પ્રકારના ગુન્હામાં સંડોવાયેલા શખ્સો તરફ શંકા વ્યક્ત કરી તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

તે દરમ્યાન ગીરિશભાઈ ડેરે ફરિયાદ નોંધાવવા કરેલી તજવીજમાં પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હેકો દિગ્વિજયસિંહ ડી. જાડેજાએ ગુન્હો નોંધ્યો છે. જેમાં ફરિયાદીએ જણાવ્યા મુજબ ક્રિષ્ના પાર્કમાં આવેલા અમુક પ્લોટ અગાઉ જેના પર કુખ્યાત જયેશ પટેલે ફાયરીંગ કર્યું હતું તે મહિલા કોલેજના પ્રોફેસર પરસોત્તમ રાજાણીની મધ્યસથી જાણીતા બિલ્ડર મહેશભાઈ ભીખુભાઈ વારોતરીયા પાસેથી ખરીદ કર્યા હતાં. તે પછી ગીરિશભાઈ ડેરે તેમાં બાંધકામ શરૃ કરતા જયેશ પટેલે પોતાના મળતીયા તેમજ આડકતરી રીતે ગીરિશભાઈને આ પ્લોટ ન ખરીદો નહીં તો જીવ ગુમાવવાની તૈયારી રાખજો તેવી ધમકીઓ મોકલવાનું શરૃ કર્યું હતું પરંતુ ગીરિશભાઈ તેને વશ ન થતા આજે જયેશના ભાડુતી માણસો ફાયરીંગ કરી ગયા હતા જેની સામે ગીરિશભાઈએ સ્વબચાવમાં ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. પોલીસે આઈપીસી ૩૦૭, ૫૦૬ (૨), ૧૨૦ (બી), આર્મ્સ એકટ તા જીપી કલમ એકટન્ હેઠળ ગુન્હા નોંધ્યો છે.  

ભુમાફીયા જયેશ પટેલે જામનગરનાં એડવોકેટ કિરીટ જોશી હત્યામાં અને ખંભાળીયાની નીશા ગોંડલીયા ઉપર બિટકોઈન અને જમીનનાં મામલે અને પ્રોફેસર પર જમીનનાં વિવાદમાં ભાડુતી મારા દ્વારા વિદેશથી સોપારી આપી ફાયરીંગ કરાવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. લાંબા સમયથી ફરાર ભુમાફીયા જયેશ પટેલે વધુ એક ક્રિષ્ના પાર્કનાં જમીનનાં મામલે ફાયરીંગ કરાવતા બિલ્ડરે પણ સ્વબચાવમાં લાયસન્સવાળી ગનમાંથી ફાયરીંગ કર્યાનું બહાર આવ્યું છે.

ભુમાફીયાને ઝડપવા રેડ કોર્નર નોટિસ મેળવવા ઈન્ટરપોલની મદદ લીધી

જામનગરની કરોડોનાં જમીન કૌભાંડમાં સંડોવાયેલા અને એડવોકેટ કિરીટ જોશીની હત્યા બાદ દુબઈ નાસી ગયેલા ભુમાફીયા જયેશ પટેલ અનેકની બોલતી બંધ કરવા શાપ શુટરોને સોપારી આપી ગુના આચરતા હોવાથી તેમજ અનેક બિલ્ડરો પર ફાયરીંગ કરાવ્યાનું પ્રકાશમાં આવતા જામનગર પોલીસે જયેશ પટેલ પર ભીંસ વધારવા ઈન્ટરપોલની મદદ લઈ રેડ કોર્નરની નોટીસ મેળવવા તજવીજ હાથધરી છે.

લોકડાઉન પહેલા યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું અનલોક થતા થયો મોટો ખુલાસો

15 વર્ષની સગીરાને સ્કૂલ અને ટ્યુશન પર જતા આવતા સમયે ફોસલાવી પટાવી વૃંદાવન સ્ટૂડીયો આગળ ઘાસવાળી જગ્યામાં લઈ જઈ મરજી વિરુદ્ધ બે વાર દુષ્કર્મ આચર્યુ હતુ.


લોકડાઉન પહેલા યુવક સગીરાને ઝાડીમાં લઇ ગયો અને અનલોક થતા થયો મોટો ખુલાસો

વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે ચકચારી ઘટના બની છે જેમા સગીરાને પ્રેમજાળમાં ફસાવીને આરોપીએ લોકડાઉન પેહલા ઉમરગામમાં દરિયા કિનારે તેમજ ઝાડી જંગલમાં લઇ જઇ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. જોકે સગીરાને બે દિવસ અગાઉ અચાનક પેટમાં દુ:ખતા તેણીને હોસ્પિટલમાં લઈ જવાઇ હતી. જ્યાં ફરજ પરના તબીબોએ સગીરા ગર્ભવતી હોવાનો ખુલાસો કર્યો હતો. આ ખુલાસાથી સગીરાના પરિવારજનો દંગ રહી ગયા હતા અને તેમના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. સમગ્ર ઘટના પરથી પડદો ઊંચકાયા બાદ સગીરાના પરિવારજનોએ આરોપી વિરૂદ્ધ ઉમરગામ પોલીસ મથકે ફરિયાદ લખાવી હતી, જેને ધ્યાને લઇ પોલીસે આરોપી વિરૂદ્ધ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.

જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો, ઉમરગામની સગીરાને પ્રેમજાળમાં ફસાવી યુવાને દૂષ્કર્મ આચરી ગર્ભવતી બનાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે .

ઉમરગામ પાવર હાઉસ ખાતે રહેતા મેહુલ સારા ભરવાડે 15 વર્ષની સગીરાને સ્કૂલ અને ટ્યુશન પર જતા આવતા સમયે ફોસલાવી પટાવી વૃંદાવન સ્ટૂડીયો આગળ ઘાસવાળી જગ્યામાં લઈ જઈ મરજી વિરુદ્ધ બે વાર દુષ્કર્મ આચર્યુ હતુ.

પરંતુ ગત રોજ આ સગીરાને પેટમાં દુખાવો ઉપાડતા હોસ્પિટલમાં તપાસ કરાવતા તેણી ગર્ભવતી હોવાનું પરિવારને જાણ થતા પરિવારજનોએ ઉમરગામ પોલીસ મથકે મેહુલ સારા ભરવાડ રહે. ઉમરગામ, ગાંધીવાડી પાવર હાઉસ, ભરવાડ વાસ વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. તેની અટક કરી તેને કોવિડ વોર્ડમાં નજર હેઠળ રાખવામાં આવ્યો છે અને કોરોના ટેસ્ટ બાદ જ તેની ધરપકડ કરવામાં આવશે.



અમદાવાદમાં સામે આવ્યો માતાપિતા માટે આંખ ઉઘાડતો કિસ્સો

રાજ્યમાં દિવસેને દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. નાના બાળકોથી માંડીને મોટા માણસોના મનમાં પશ્ચિમી સંસ્કૃતિની અસર જોવા મળી રહી છે. 


અમદાવાદમાં સામે આવ્યો માતાપિતા માટે આંખ ઉઘાડતો કિસ્સો, પોતાના છોકરા-છોકરીને ઘરે એકલા મૂકતા ચેતજો.

રાજ્યમાં દિવસેને દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. નાના બાળકોથી માંડીને મોટા માણસોના મનમાં પશ્ચિમી સંસ્કૃતિની અસર જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદમાં એક મોટો કિસ્સો સામે આવ્યા છે જે તમામ માટે એક મોટો સવાલ ઉભો કરે છે. અમદાવાદના વેજલપુરમાં માતાપિતા માટે આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક 15 વર્ષના સગીરે એક 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કર્યું હોવાની ઘટના સામે આવી છે. હાલ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. પોલીસ આ ઘટનામાં ઉંડાણપૂર્વક જઈને તપાસ કરી રહી છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં અનેકવાર દુષ્કર્મની ઘટના સામે આવતી હોય છે. પરંતુ અમદાવાદના વેજલપુરમાં સગીર છોકરા-છોકરીને ઘરે એકલા મુકતા દરેક માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે.

વેજલપુરમાં આવેલ એક એપાર્ટમેન્ટમાં એક સગીરા રહેતી હતી, સગીરા જ્યારે ઘરે એકલી હતી ત્યારે તેના એપાર્ટમેન્ટમાં રહેતો અન્ય એક કિશોર તેના ઘરે ગયો હતો અને સગીરાને રમવાના બહાને ધાબે બોલાવીને ઉપર લઈ ગયો હતો. પરંતુ આ સગીર કિશોર રમવાની નહિ પણ કંઈક અલગ જ કરવાની મનશા મનમાં રાખીને બેઠો હતો. જેથી સગીરાને ધાબા પર લઇ જઈને 15 વર્ષના આ સગીરે પહેલા 13 વર્ષની સગીરાને પોતે પ્રેમ કરતો હોવાનો એકરાર કર્યો અને ત્યારબાદ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.
13 વર્ષની સગીરા છેલ્લા 5 મહિનાથી જ અમદાવાદમાં તેના માતા પિતા પાસે આવી હતી. જોકે આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે બંગલામાં કામ કરતા સગીરાના માતા-પિતા ઘરે કામ પરથી પરત આવતા પાડોશીઓએ સગીરા બપોરના બે કલાક બાજુમાં રહેતા સગીર કિશોર સાથે ધાબા પર ગઈ હોવાની જાણ કરી હતી. સગીરાની માતાએ તેને સમગ્ર વાત વિશે પુછતા સગીરા ભાંગી પડી હતી અને તેણે માતાની સમગ્ર હકીકત જણાવી હતી.

સગીરાની હકીકત જાણ્યા પછી માતા હેબતાઈ ગઈ હતી. અને તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશનમાં 15 વર્ષીય સગીરે પોતાની દીકરી પર કરેલા દુષ્કર્મની ફરિયાદ જાણીને અધિકારીઓ પણ હેબતાઈ ગયા હતા. ત્યારબાદ પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


ભચાઉમાં ૪ વર્ષ ની બાળકી પર દુષ્કર્મ

ભચાઉમાં ૪ વર્ષ ની બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપીને હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી પુર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ગાંધીધામ અને ભચાઉ પોલીસે ઝડપી પાડ્યો

BORDER CRIME NEWS


લગ્નપ્રસંગે ૫૦ની જગ્યાએ ૨૫૦ લોકો ભેગા થતા ૨૧ લાખનો દંડ

વરરાજા સહિત ૧૬ લોકોને કોરોના હોવાનો મામલો સામે આયો

લગ્નપ્રસંગે ૫૦ની જગ્યાએ ૨૫૦ લોકો ભેગા થતા ૨૧ લાખનો દંડ

રાજસ્થાન/ રાજસ્થાનનાં ભિલવાડામામાં લગ્ન પ્રસંગમાં ૨૫૦ લોકો એકત્ર થતા તંત્ર દ્વારા કોરોના પોઝિટિવ આવનાર ૧૬ લોકો પાસેથી ૧૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. તદઉપરાંત જિલ્લા કલેકટર દ્વારા વરરાજાના પિતા પાસેથી નિયમ ભંગ કરવા બદલ રૂ. ૬,૨૬,૬૦૦નો દંડ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ૧૩ જૂનના રોજ યોજવામાં આવેલ લગ્નપ્રસંગમાં જોડાયેલ ૨૫૦ લોકોમાંથી વરરાજા સહિત ૧૬ લોકોને કોરોના પોઝિટિવ આવ્યા જ્યારે વરરાજાના ૭૫ વર્ષના દાદાનું મૃત્યુ થયું હતું. રિપોર્ટ આવતા જ પ્રસંગમાં આવેલા અન્ય ૧૧૦ લોકોને કવોરન્ટાઈન  કરવામાં આવ્યા છે.  કોરોના વાઇરસને લીધે સોશીયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખીને લગ્નપ્રસંગે ફક્ત ૫૦ લોકોને આમંત્રિત કરવાના નિયમનું ઉલંઘન કરવા બાબતે રાજસ્થાન એપીડેમિક એકટ અને નેશનલ ડિઝાસ્ટાર મેનેજમેન્ટ એકટ હેઠળ દંડ વશુલાસે. જેમાં દંડ પેટે પ્રતિ દિવસ પ્રતિ પોઝિટિવ વ્યક્તિ દીઠ ૬,૬૦૦ હિસાબ સાથે ૧૪ના દિવસ સુધીમાં રૂ. ૯૨,૪૦૦ વસૂલવામાં આવશે.

डबल मर्डर : एकतरफा प्यार

डबल मर्डर : एकतरफा प्यार में पिता और बेटी की गोली मारकर हत्या, दो दिन बाद होनी थी युवती की शादी


उत्तर प्रदेश के मेरठ में शनिवार देर रात एकतरफा प्यार में बल मर्डर की सनसनीखेज वारदात को अंजाम दिया गया। शहर के टीपीनगर की शिवपुरम कॉलोनी में  युवक ने अपने मौसेरे भाई के साथ मिलकर युवती, उसके पिता और भाई पर गोलियां बरसा दीं। युवती की मौके पर मौत हो गई, उसके पिता ने अस्पताल ले जाते हुए दम तोड़ दिया। वहीं, भाई की हालत भी गंभीर है और उसे अस्पताल में भर्ती कराया गया है। 
शिवपुरम कॉलोनी निवासी आंचल की दो दिन बाद शादी थी। रात में घर पर गीत-संगीत चल रहा था। मोहल्ले में अपनी मौसी के घर रहने वाला सागर नामक युवक आंचल से एकतरफा प्यार करता था। सागर ने मौसेरे भाई अंकित के साथ मिलकर देर रात करीब 12 बजे आंचल के घर पर हमला कर दिया। हथियारों से लैस सागर ने सबसे पहले आंचल के सीने में गोली मार दी। इसके बाद तमंचा लोड कर एक और गोली उसे मारी।
बीच-बचाव में आए आंचल के पिता राजकुमार और भाई रमन को भी आरोपियों ने गोलियां मारी और हवाई फायर करते हुए फरार हो गए। वारदात के बाद पुलिस मौके पर पहुंची, लेकिन तब तक आंचल की मौत हो चुकी थी। राजकुमार और रमन को अस्पताल ले जाया गया, लेकिन रास्ते में राजकुमार की मौत हो गई। रमन की हालत गंभीर बनी हुई है।
वारदात की सूचना पर एसपी सिटी अखिलेश नारायण सिंह, सीओ ब्रह्मपुरी चक्रपाणी त्रिपाठी जांच करने पहुंचे। आरोपियों के घर दबिश दी गई, लेकिन सभी मकान बंद कर फरार मिले। पुलिस, आरोपियों की तलाश में लगी है और कुछ लोगों को उठाया है। 
सागर अपने मकान के सामने रहने वाली आंचल से एकतरफा प्यार करता था। युवती की शादी हो रही थी, इसलिए आरोपी ने अपने मौसेरे भाई अंकित के साथ मिलकर आंचल के घर हमला किया। आंचल और उसके पिता की मौत हो गई है। आंचल का भाई रमन अस्पताल में है। पुलिस आरोपियों की तलाश कर रही है। -अखिलेश नारायण सिंह, एसपी सिटी मेरठ