બેટી બચાવો બેટી પઢાવો માત્ર કાગળ ઉપર જ જોવા મળી રહ્યું હોય તેમ લાગે છે
ઘરમાં વધુ એક પુત્રીનો જન્મ થતાં સગીર બહેનએ કર્યો આપઘાત
બેટી બચાવો બેટી પઢાવો માત્ર કાગળ ઉપર જ જોવા મળી રહ્યું હોય તેમ લાગે છે તેનો વધુ એક જીવતો જાગતો પુરાવો અમદાવાદ ખાતે આવ્યો છે. ઘરમાં વધુ એક દીકરી જ્ન્મ લેતા તેની જ મોટી બહેને આપઘાત કર્યો છે. ઘરમાં બહેનોને ભાઈ આવશે તેવી આશા હતી જો કે વધુ એક બાળકીનો જન્મ થતાં આ પગલું ભર્યું.
પ્રાત્વિગતો અનુસાર, શહેરના બાપુનગર વિસ્તારમાં 15 વર્ષની કિશોરીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
જોકે આ ઘટના બાદ તપાસ કરવા ગયેલી પોલીસ આપઘાત પાછળનું શંકાસ્પદ કારણ જાણતા જ ચોકી ઉઠી હતી. ઘરમાં ત્રણ બહેનો હતી અને થોડા દિવસ પહેલા જ માતાને વધુ એક બાળકીનો જન્મ થયો હતો. ઘરમાં ભાઈ આવશે તેવી માતાજીની માનતા પણ રાખી હતી.
જોકે બહેનનો જન્મ થતા મનમાં લાગી આવતા કિશોરીએ આપઘાત કર્યો હોવાની શંકા પર પોલીસે તપાસ હાથ ધરી છે.
બાપુનગર ડી-માર્ટ પાસે આવેલી હર્ષદ કોલોનીમાં દિલીપ પ્રજાપતિ પરિવારમાં ત્રણ બાળકીઓ અને પત્ની સાથે રહે છે. શુક્રવારે સવારે તેમની પત્નીએ બાળકીને જન્મ આપ્યો હતો. દરમ્યાનમાં ઘરે રહેલી સૌથી મોટી પુત્રી ભૂમિકા (ઉ.વ.15)એ ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધુ.
ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે દિલીપભાઈ ને ત્રણ પુત્રીઓ હતી. પત્ની ગર્ભવતી હતી અને તેને પુત્રનો જન્મ થાય તે માટે મોટી દીકરી ભૂમિકાએ માતાજીની માનતા રાખી હતી. જોકે શુક્રવારે સવારે દીકરીનો જન્મ થયો હતો. જેની ભૂમિકાને જાણ થઈ હતી. સમાચાર મળ્યા તેના એક કલાકમાં જ તેણે આપઘાત કરી લીધો હતો.