રત્નાલથી ચુબડક જતા રસ્તા પરથી અંગ્રેજી શરાબની ૪૧૭૬ બોટલો સાથે કુલ મુદ્દામાલ ર૪,૬૪,૧૦૦નો જપ્તકરી આગળની તપાસ માટે પધ્ધર પોલીસે મુદ્દામાલ રાખી વધુ તપાસ સીપીઆઈને સોંપી હોવાનું જાણવા મળેલ છે.
ભુજ : બોર્ડર રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીની સીધી દેખરેખ હેઠળ આરઆરસેલની ટીમે બાતમીના આધરે મોડી રાત્રિના રત્નાલથી ચુબડક જતા રસ્તા પરથી અંગ્રેજી શરાબની ૪૧૭૬ બોટલો સાથે કુલ મુદ્દામાલ ર૪,૬૪,૧૦૦નો જપ્તકરી આગળની તપાસ માટે પધ્ધર પોલીસે મુદ્દામાલ રાખી વધુ તપાસ સીપીઆઈને સોંપી હોવાનું જાણવા મળેલ છે. આ ઘટના આરઆરસેલે મોટા પ્રમાણમાં શરાબ પકડતા પધ્ધર પોલીસ સહિતની થાણાઓ દોડતા થઈ ગયા હતા. આ અંગે પધ્ધર પોલીસ મથકના પીએસઓ ગેરવચંદભાઈ મેરિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, બાતમીના આધારે આઈજીની, આરઆરસેલના પો.કોન્સ. હિતેન્દ્રભાઈ રણછોડભાઈ ડુડિયાએ પધ્ધર પોલીસમાં આપેલ ફરિયાદ અનુસાર ગત તા.ના મોડી રાત્રિના સમયે રતનાલથી ચુબડક જતા રસ્તા પર ટ્રક નંબર જીજે૧ર-એયુ-૬રપપના ચાલકના કબજાની ટ્રકમાં ચેક કરતા તેમાંથી મેગડોલ નં.૧ વ્હીસ્કીની ૪૧૭૬ બોટલો જેની કિંમત રૂા.૧૪,૬૧,૬૦૦ તેમજ એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા પ૦૦ તથા તાલપત્રી નંગ.૧ કિંમત રૂપિયા બે હજાર અને ટ્રકની કિંમત રૂપિયા ૧ લાખ મળી કુલ રૂપિયા ર૪,૬૪,૧૦૦ના મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. રેડ દરમિયાન આરોપીઓ હાજર મળી આવ્યા ન હતા. આ મુદ્દામાલ કબજે કરી રેન્જ આઈજીના સ્કોર્ડ દ્વારા પધ્ધર પોલીસને સોંપવામાં આવેલ અને આ બનાવ અંગેની આગળની તપાસ સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર વસાવાએ હાથ ધરી હોવાનું જણાવ્યું હતું.